રાષ્ટ્રિય સુરક્ષા દિન

0
144

જરૂરિયાત એ વિકાસની જનેતા છે. ઝાડ ઉપર ઝૂપડી બાંધીને જીવતા જંગલી માનવી કે ગૂફામાં જીવન વ્યતિત કરતો માનવી સમયની સાથે સાથે તાલમેલ સાધી જરૂરીયાતો મુજબ જીવનમાં પરિવર્તન લાવી જીવતો થયો. વિકસતી જતી સમજણે તેનામાં સંશોધનાત્મક વૃત્તિઅોને જન્મ આપ્યો. જેને કાળચક્રમાં વિવિધ આયામો સર કરી વિજ્ઞાનના પાયા પર આધુનિક સામ્રાજ્યની રચના કરી. ધરતીના ખોળે પથરાયેલા વિશાળ ખજાનાને જરૂરિયાત મુજબના બીબામાં ઢાળી ઔદ્યોગિક ક્રાંતિના મંડાળ કર્યા.
કુદરતનો ખોળો ખૂંદનાર માનવી તેની અપાર અને અનંત જરૂરિયાતો સંતોષવા, સગવડતાઅો ઉભી કરવા અને સમયની સાથે ભૌતિકવાદી જીવન જીવવા એક પછી એક સંશોધન કરતો ગયો અને વિશ્વના વિશાળ ફલક પર એક પછી એક ઉદ્યોગો સ્થપાતા ગયા. સ્થપાયેલા ઉદ્યોગોએ માનવીના જીવનસ્તરને બદલી નાખ્યું. આજે સમાજનું ચાલક બળ જ ઉદ્યોગો છે તેમ કહી શકાય.
ઉદ્યોગોથી સમાજમાં સિક્કાની બે બાજુઅોની જેમ સારી અને નરસી અસરો ઉભી થઇ છે તો સાથે સાથે કુદરતને તો નુકશાન જ પહોîચાડયું. સર્વ સામાન્ય નિયમ એવો હોય છે કે કુદરત પાસેથી માનવી જેટલું લે છે તેટલું જ તેને પાછું આપવું પડે છે. જા આ ન આપી શકે તો કુદરતમાં અસંતુલન ઉભુ થાય. આ અસંતુલન વિશ્વના વિશાળ ફલક ઉપર વિઘાતક અસરો ઉભી કરે, ગ્લોબલ વોમ`ગની ઉભી થયેલી સમસ્યા પાછળ આજ કારણ છૂપાયેલું છે. વિનાશક કુદરતી ­ક્રોપ પાછળ આ ગ્લોબલ વોમ` જવાબદાર છે. જેના માટે જવાબદાર આપણું ઔદ્યોગિક માળખું છે. જરૂરીયાતોની આડમાં ભૌતિકવાદની કૂંખે જન્મેલા અતિઔદ્યોગિકરણથી આજે કુદરતને મહાહાની તો પહોîચી જ છે, સાથે સાથે માનવીના સામાજીક માળખામાં પણ ઘાતકતા ઉભી થઇ છે.
સિમેન્ટ કોîક્રિટના જંગલોમાં ઉભા થયેલા મહાકાય ઉદ્યોગોના મહાકાય મશીનો સાથે મરજીવા બનીને કામ કરતા માનવીની સુરક્ષા ­ત્યે ઉદ્યોગ પતિઅો હંમેશા બેદરકાર રહ્ના છે. જેના ­માણ ઔદ્યોગિક ક્ષેત્રે બનતી વારંવારની દુર્ધટનાઅોમાં છતા થાય છે. વારંવારના પારાવાર માનવીય નુકશાનોની સામે જાગૃતિ આવવાની સાથે આના માટેના ચોક્કસ ધારાધોરણો પણ સ્વીકારાયા છતાં આજના હરિફાઇના યુગમાં અને મૂડીવાદી અર્થવ્યવસ્થામાં આવા ધારાધોરણોને અવગણવામાં આવે છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.
માનવી દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રે કુદરત અને માનવી માટે સ્વયંભૂ સુરક્ષા વ્યવસ્થાઅો ઉભી કરવામાં ખામીઅો ઉભી કરતા આ સુરક્ષા વ્યવસ્થાઅોને કાયદાનું સ્વરૂપ આપવા છતાં આજે પર્યાવરણીય અને માનવીય સુરક્ષા માટે દુર્લક્ષ સેવાતું રહ્નાં છે.
સુરક્ષા વ્યવસ્થાઅોને એક દિવસનો ઉત્સવ બનાવી નિદર્શન અને ­દર્શનનું સાધન બનાવી એક દિવસ આપણે સૌ ભવ્ય નિદર્શન અને ­દર્શન કરી સંતોષનો શ્વાસ લઇએ છીએ. બાકીના દિવસો ‘‘હતા એના એ જ રામ’’ આજે ­ત્યેક દિને ઔદ્યોગિક એકમોમાં (દરેક ક્ષેત્રના) ­ત્યેક પળે દુર્ધટનાઅો સર્જાય છે. જેનો ભોગ મોટા ભાગે ગરીબ અને મધ્યમવર્ગ જ વધુ બને છે. કુદરતને પારાવાર નુકશાન થાય છે જેનો ભોગ બધાજ બને છે. આપણે જ્યાં સુધી અનુશાસિત બની આ વ્યવસ્થાઅોને ૩૬૫ દિન જાળવીએ નહીં ત્યાં સુધી વર્ષના એકાદ દિવસે ‘‘નેશનલ સેફટી ડે’’ ઉજવવાથી કોઇ ભલીવાર આવવાનો નથી.
સમાજમાં ­ત્યેક વ્યક્તિ સુરક્ષા વ્યવસ્થાઅો માટે જાગ્રત થાય તેવા ઉમદા હેતુને ધ્યાનમાં લઇ વિશેષ પૂર્તિ ­કાશીત કરી રહ્ના છે. જે કદાચ માત્ર ઔદ્યોગિક સુરક્ષાનું સિમ્બોલ બનીને રહી ગયેલા ‘‘નેશનલ સેફટી ડે’’ની આ સમાજની ­ત્યેક વ્યક્તિ માટે શુભેચ્છા સ્વરૂપ બની રહે તો નવાઇ નહીં. આ પૂર્તિ ­કાશીત કરવાનો અમારો ઉમદા આશય માત્ર એટલો જ છે કે, ‘‘રાષ્ટÿીય સુરક્ષા માત્ર ઉદ્યોગ પૂરતી અને એક દિવસ પૂરતી મર્યાદિત બનીને નિદર્શન કે ­દર્શનનું સાધન બની રહેવાના સ્થાને જવાબદારી કે ફરજના સ્વરૂપમાં સ્થાપિત થાય.’’

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY