સુરત, તા. ૧૨
તા. ૮-૬-૨૦૧૯ શનિવારના રોજ રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે સુરત મૈસુરિયા સમાજની વાર્ષિક સામાન્ય સભા તેમજ ઈનામ વિતરણ રાખવામાં આવ્યો હતો. પ્રમુખ અલ્પેશભાઈ મૈસુરિયાએ આખા વર્ષ દરમિયાન યોજાયેલ ધાર્મિક તેમજ સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમની જાણકારી આપી હતી. તેમજ સામાજીક અને શૈક્ષણિક કાર્યક્રમની જાણકારી આપી હતી. તેમજ સમાજના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો. ત્યારબાદ સમાજના તેજસ્વી તારલાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઈનામ વિતરણ ગુજરાતી, માધ્યમિક, ઈંગ્લિશ મીડિયમ તેજમ સીબીએસસી બોર્ડા કુલ ૭૧ ઈનામ આપવામાં આવ્યા હતા. આ ઈનામ પ્રમુખ અલ્પેશભાઈ મૈસુરિયા તથા ટ્રસ્ટી મંડળ તેમજ યુવા સહાયક સમિતિ અને મહિલા મંડળ તથા સમાજના પ્રતિષ્ઠિત વ્યકિતઓના કરકમળો દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. અંતમાં પ્રમુખશ્રીએ સહકાર આપવા બદલ સમસ્ત મૈસુરિયા સમાજનો આભાર વ્યકત કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



