બારડોલીના નગરજનોને સહભાગી થવા અનુરોધ કરાયો
સુરત, તા. ૧૨
બારડોલી તાલુકાના ૯૧માં સ્થાપના દિનની આવતીકાલ તા.૧૨/૬/૨૦૧૯ના રોજ સવારે ૯.૩૦ વાગે ટાઉનહોલ બારડોલી ખાતે કરવામાં ઉજવણી કરવામાં આવશે. સવારે ૭.૦૦ વાગે પ્રભાત ફેરી સુરતી જકાતનાકા, સરદાર સાહેબની પ્રતિમાથી પ્રસ્થાન થશે. રાત્રે ૯.૦૦ વાગે લોક ડાયરો સ્વરાજ આશ્રમ, હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ટાઉનહોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર, રમત-ગમત રાજયમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદશ્રી પ્રભુ વસાવા, સ્વરાજ આશ્રમ બારડોલીના પ્રમુખ ભીખાભાઈ પટેલ તથા મંત્રી નીરંજનાબેન કલાર્થી ઉપસ્થિત રહેશે. આ વેળાએ બારડોલીના નગરજનોને પણ મોટી સંખ્યામાં ઉજવણીમાં સહભાગી થવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



