૨૪મીએ આઈટીઆઈ મજૂરા ખાતે રૂબરૂ રજિસ્ટ્રેશન કરાવી લેવું
સુરત, તા. ૧૨
કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સંચાલિત નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર, સુરત દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ૧૨ પાસ કે તેથી વધુ અભ્યાસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે તા.૦૧/૦૭/૨૦૧૯ થી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટેના ૧૧ માસના નિઃશુલ્ક તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત, આગામી ૧લી જુલાઈના રોજ ૧૨ માસના કોમ્પ્યુટર ઓ લેવલ સોફ્ટવેર અને અને ૧લી ઓગસ્ટ,૨૦૧૯થી કોમ્પ્યુટર ઓ લેવલ હાર્ડવેરના ફ્રી તાલીમ વર્ગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી આ તાલીમવર્ગમાં જોડાવા ઇચ્છતાં રસ ધરાવતા અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓએ તા.૨૪/૦૬/૨૦૧૯ ના રોજ સાંજે ૪.૦૦ વાગ્યા સુધીમાં નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર, એ.વી.ટી.એસ.બિલ્ડીંગ, આઈ.ટી.આઈ. મજૂરા કેમ્પસ, સુરત ખાતે શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડ સાથે લિંક થયેલી બેંકની પાસબુક, બે પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે રૂબરૂ રજિસ્ટ્રેશન કરાવવું. તાલીમ વર્ગ માટે વય ૧૮ ૩૦ વર્ષની વયના ઉમેદવારો પ્રવેશપાત્ર છે. પસંદગી પામેલા ઉમેદવારોને રૂ.૧૦૦૦ નું સ્ટાઇપેંડ તેમજ નિઃશુલ્ક પુસ્તકો આપવામાં આવશે એમ સબ રિજિયોનલ એમ્પ્લોમેન્ટ ઓફિસર, સુરતની યાદીમાં જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



