તાપી જિલ્લામાં ૧૩ થી ૧૫મી જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ

0
7

૬૯૦૧ બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવશે
સુરત, તા. ૧૨

આગામી તા. ૧૩ થી ૧૫મીજૂન દરમિયાન સમગ્ર રાજયમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન રાજગય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તાપી જિલ્લામાં આગામી તા. ૧૩ થી ૧૫મી, જૂન દરમિયાન યોજાનારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન ૬૯૦૧ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવશે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં ૮૦૨ કુમાર અને ૪૪૧ કન્યામળી ૧૨૪૩, વ્યારા તાલુકામાં ૭૮૪ કુમાર અને ૮૯૦ કન્યા મળી ૧૬૭૪, ડાલવણ તાલુકામાં ૪૫૭ કુમાર અને ૩૮૪ કન્યા મળી ૮૪૧, સોનગઢ તાલુકામાં ૮૧૫ કુમાર અને ૭૭૪ કન્યા મળી ૧૫૮૯, ઉચ્છલ તાલુકામાં ૩૦૯ કુમાર અને ૩૬૩ કન્યા મળી ૬૭૨, નિઝર તાલુકામાં ૩૧૯ કુમાર અને ૩૧૮ કન્યા મળી ૬૩૭અને કુકુરમુન્ડા તાલુકામાં ૧૦૯ કુમાર અને ૧૩૬ કન્યા મળી ૨૪૫ બાળકો મળી તાપી જિલ્લામાં ૩૫૯૫ કુમાર અને ૩૩૦૬ કન્યાઓ મળીને કુલ ૬૯૦૧ બાળકોને રંગે ચંગે શાળા પ્રવેશ કરાવવામાં આવશે એમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરફથી જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY