યુપીના અલીગઢમાં બાળકીની હત્યા કરનારને ફાંસી આપવા નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદની માંગ.

0
11

રાજપીપળા : ભારત દેશનું સૌથી મોટું રાજ્ય એટલે ઉત્તરપ્રદેશ,ત્યાં ભૂતકાળમાં હત્યા કરવી એ સામાન્ય બાબત હતી.તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના અલીગઢમાં એક અઢી વર્ષીય બાળકીની નિર્મમ હત્યા કરાઈ હતી.તો એ હત્યા કરનારને પકડી પાડી ફાંસીની સજા આપવાની માંગ નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદે લેખિતમાં નર્મદા જિલ્લા કલેકટરને કરી છે.

નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના નિશિથ ટેલર, અજીતસિંહ રાઠોડ,પ્રજ્ઞેશ રામી સહિત અન્ય કાર્યકરોએ પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે ઉતરપ્રદેશના અલીગઢમાં અઢી વર્ષની માસૂમ બાળકી 30 મેં ના રોજ ગુમ થઈ ગઈ હતી,બાદ 2 જૂને એનો મૃતદેહ મળી આવ્યો હતો.આવું અધમ કૃત્ય કરનારને વહેલી તકે ઝડપી પાડી એને સરકાર અને કાયદા દ્વારા ફાંસીની સજા થાય એવી અમારી માંગ છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY