ફરિયાદ દાખલ કરાયા બાદ આરોપીઓને કોને આશરો આપ્યો, કયાં-કયાં ફર્યા તેની તપાસ થશે
સુરત, તા. ૧૨
બિટકોઈન કૌભાંડમાં સંકળાયેલા મુખ્ય કૌભાંડી સતીષ કુંભાણી અને સુરેશ ગોરસિયાએ ગતરોજ કોર્ટ સમક્ષ સરન્ડ કર્યા બાદ અદાલતે તેનો કબજા સીઆઈડી ક્રાઈમને સુપરત કર્યો હતો. પીઆઈ નરવડે આજે બપોર પછી તેઓને કોર્ટ સમક્ષ રજૂ કરી પૂરા ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરશે પોલીસ રિમાન્ડ અરજીમાં ફરિયાદ દાખલ કરાયા બાદ આ બંને આરોપીઓ નાસતા- ફરતા હતા. તેઓને કોને-કોને આશરો આપ્યો અતને કયાં કયાં રોકાયા હતા. તેની તપાસ કરવાની બાકી છે. આરોપીઓ તરફ ઝક્કી મુખત્યાર શેખે દલીલો માટે ઉપસ્થિત રહેશે.
આ કેસની વિગતો એવી છે કે, જુન-૨૦૧૮ દરમિયાન બિટકોઈન કંપનીન નામે બિટકોઈન વર્ચ્યુઅલ કરન્સી લોન્ïચ કરીને વધુ વળતર આપવાની લાલચ આપી ઈન્વેર્સ્ટસ પાસેથી કરોડો રૂપિયા રોકાણ કરાવ્યા બાદ વેબસાઈટ બંધ કરી કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો હતો. કંપનીના મૂળ ભાવનગર જિલ્લાના વતી અને આરોપી સંચાલક સતીષ કુરરજી કુંભાણી (વરાછા-હીરાબાગ સર્કલ) અને સુરેશ ગોરસિયા ધવલ માવણી અને પ્રમોટર્સ દિવ્યેશ દરજી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપી સતીષ કુંભાણી, સુરેશ ગોરસિયા તથા ધવલ માવાણીને સીઆરપીસી-૮૨ મુજબના વોરંટ મુજબ છઠ્ઠી જૂન સુધીમાં હાજર થવાની તાકીદ કરવામાં આવી હતી. ગતરોજ સતીષ અને સુરેશ કોર્ટ સમક્ષ હાજર થઈ ગયા બાદ આજે સીઆઈડી ક્રાઈમ તેઓને કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડ માંગશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



