ભાર્ગવ બુટાણીની જામીન અરજીની સુનાવણી ગુરૂવારે થશે
સુરત, તા. ૧૨
સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભીષણ આગના બનાવમાં સંકળાયેલા ટયુશન સંચાલક દ્વારા કરવામાં આવેલી જામીન અરજીની સુનાવણી ગુરૂવારના રોજ હાથ ધરાશે.
આ કેસની વિગતો એવી છે કે, ગત તા. ૨૪મી મેના રોજ સરથાણા વિસતારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં બનેલી આગની એક ઘટનામાં ૨૨ વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યા હતા. સરથાણા પોલીસ મથકમાં પોલીસ ૩૦૪ તથા ૧૧૪ મુજબનો ગુનો નોંધી આ ગુનાની તપાસ ડીસીબીના એસીપી આર.આર. સરવૈયા કરી રહ્ના છે. પોલીસે સૌ પ્રથમ ટયુશન સંચાલક ભાર્ગવ બુટાણી અને એક બિલ્ડર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા. આ ગુનામાં સંકળાયેલા ટયુશન સંચાલક ભાર્ગવ બુટાણીએ અમદાવાદમાં એડવોકેટ દ્વારા જામીન અરજી રજૂ કરી હતી. જેની સુનાવણી સુરત કોર્ટમાં ૧૩મી જૂન ગુરૂવારના રોજ વિદ્વાન જજ દ્વારા હાથ ધરાશે. જોકે આ ગુનામાં પોલીસે ૧૦ આરોપીઅોની ધરપકડ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




