તક્ષશિલા આર્કેડ : ડેપ્યુટી ઈજનેર પરમારના રિમાન્ડ મગાશે

0
11

આરોપી વી.કે. પરમાર છેલ્લા કેટલાક દિવસોથી ભાગતા-ફરતા હતા
સુરત, તા. ૧૨
સુરત સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દેનારા તક્ષશિલા આર્કેડમાં બનેલી ભીષણ આગની દુર્ઘટનામાં સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાયાબાદ છેલ્લા કેટલાય દિવસોથી નાસતા-ફરતા આરોપી વી.કે. પરમારની ડીસીબીએ ગત સાંજે ધરપકડ કરી હતી. આજે તેને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માગણી કરશે.
આ કેસની વિગતો એવી છે કે, લોકસભા-૨૦૧૯ની ચૂંટણીના મતગણત્રીમાં બીજા દિવસે સરથાણા તક્ષશિલા આર્કેડ ખાતે એક ટયુશન કલાસમાં ભરબપોરે એસીના કોમ્પ્રેસરમા શોર્ટ- સરકાર થતા આગ લાગી હતી. અને ૨૨ વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યા હતા. પોલીસે આ ગુનાની તલસ્પર્શી તપાસ કરતા વરાછામાં જે તે વખતે આ બિલ્ડિંગની ઈમ્પેક્ટ ફીની ફાઈલ મંજૂર કરવામાં આવી હતી. અને જેમાં તેમણે સહીઓ કરી હતી. ડીસીબીએગતરોજ ઉધના ઝોનના ડેપ્યુટી ઈજનેર વી.કે. પમારની ધરપકડ કરી હતી. આજેતેમને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરશે. ઈમ્પેક્ટની ફાઈલ પર સહી કરવાનો કોઈ આર્થિક ફાયદો લીધો છે કે? તેની તપાસ કરવાની બાકી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY