સ્કૂલવાન સામે પોલીસની કડક કાર્યવાહીથી વાન ચાલકોની વીજળીક હડતાળ

0
4

પ્રાઈવેટ પાર્સિંગના સ્કૂલ વાહનોને ટેક્સી પાર્સિંગમાં ફેરવવાની ફરજ પડાશે :આરટીઓ, સ્કૂલવાનની હડતાળને પગલે વાલીઓની ચિંતા વધી
સુરત, તા. ૧૨
નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે સ્કૂલવેન ચાલકો દ્વારા આજથી બે દિવસ માટે હડતાળ શરૂ કરી છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ગતરોજ પ્રાઈવેટ પાસીંગની ૧૮૧ સ્કૂલ વેનને જપ્ત કરવામાં આવતા આજે વેન ચાલકોમાં ફફડાટ મચી ગયો છે.
સુરત આરટીઓ અને ટ્રાફિક પોલીસની મદદથી ગતરોજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સ્કૂલવાનની ચેકિંગ કરતા ૧૮૧ વેન જપ્ત કરવામાં આવી હતી. પ્રાઈવેટ પાર્સિંગના વાહનોમાં સ્કૂલોના બાળકોને ગેરકાયદે લાવવા લઈ જવાની કામગીરી કરતા ઝડપાયા હતા. સ્કૂલ વેન માટે ફરજિયાત ટેકસી પાર્સિંગનું વાહન જરૂરી છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા પ્રાઈવેટ પાર્સિંગના વાહનો જપ્ત કરવાના વિરોધમાં આજે શહેરની મોટા ભાગની શાળાઓના સ્કૂલ વેન ચાલકોએ હડતાળ પાડી છે વેન ચાલકોની હડતાળના લીધે આજે વાલીઓએ જાતે બાળકોને શાળામાં મૂકવા-લેવા જવાની ફરજ પડી હતી. વેન ચાલકો દ્વારા આજે સવારથી ઘરેથી જ વેન રસ્તા ઉપર ન કાઢી વાલીઓને બે દિવસના હડતાળના જાણ મોબાઈલ દ્વારા કરવામાં આવી હતી. ઘણી સ્કૂલો દ્વારા વેન-છકડો ચાલકોને ટેકસી પાસિ઼ગ કરવાની સૂચના આપવામાં આવી છે.
પ્રાઈવેટ પાર્સિંગ કરતા ટેકસી પાર્સિંગનો રજીસ્ટ્રેશન ચાર્જ વધારે હોવાથી વેન-ઈકો ચાલકો પ્રાઈવેટ પાર્સિંગ કરાવી ગેરકાયદે શાળાના બાળકોની હેરાફેરી કરતા હોય છે શાળાઅોમાંથી બાળકોની હેરાફેરી અથવા કોઇપણ પ્રકારની કોમિર્શયલ મુસાફરી માટે ટેકસી પાર્સિંગ જરૂરી છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની અભિયાનથી પ્રાઈવેટ પાર્સિંગવાળા વાહન ચાલકોમાં ફફાડટ ફેલાઈ ગયો છે. ટેકસી પાર્સિંગના વાહનોમાં પણ ફીટનેસ અને મર્યાદિત સંખ્યાની ચકાસણી કરવામાં આવી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY