વરાછામાં બે વાહનની ટક્કરમાં બે મહિલા ફસાઈ

0
13

સુરત, તા. ૧૨
આજે સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે વરાછા મેઈન રોડ પોદ્દાર આર્કેડ પાસે એક્ટિવા અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ડિવાઈડર વચ્ચે ફસાયેલી બે મહિલાને ફાયરની ટીમે સુરક્ષિત બહાર કાઢી બચાવી લીધા હતા.
ફાયર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક્ટિવા જીજે-૫-એલડી ૭૩૦૯ અને આઈશર ટેમ્પો નં. જીજે-૨૧-વી-૨૫૯૪ વચ્ચે વરાછા મેઈન રોડ પોદ્દાર આર્કેડ પાસે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક્ટિવા ચાલક મહિલા અને પાછળ બેસેલ એક મહિલા ડિવાઈડર તેમજ આઈસરના વ્હીલ ફસાઈ ગયા હતા. ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે જઈ એક્ટિવા ચાલક રાધિકાબેન પટેલ અને અન્ય એક મહિલાને સુરક્ષિત બહાર કાઢી ૧૦૮માં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવ્યા હતા. બન્ને મહિલાને પગના ભાગે સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY