પત્નીની નજર સામે પતિએ ગળા પર બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યો

0
15

સુરત,તા.૧૨
અઠવા લાઈન્સ વિસ્તારમાં પતિ પત્નીને ઘરે પરત લેવા પહોંચ્યો હતો. જાકે, પત્નીએ આવવાની મનાઈ ફરમાવતા પતિએ પત્નીની નજર સામે જ ગળા પર બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, વેડરોડ વિસ્તારમાં રહેતા વિનય જશંવત પટેલ(ઉ.વ.૨૧)ના લગ્ન ૬ મહિના પહેલાં જ થયા હતા. જાકે, પત્ની ૬ મહિનામાં જ પતિને છોડી પિયર ચાલી ગઈ હતી. જેથી વિનય પત્નીને ઘરે પરત લાવવા માટે અઠવા લાઈન્સ પોલીસ લાઈનમાં આવેલા સાસરીમાં પહોંચ્યો હતો. જાકે, પત્નીએ આવવાની મનાઈ ફરમાવી દીધી હતી. જેથી વિનયે પત્નીની નજર સામે જ ગળા પર બ્લેડ મારી દીધી હતી. પતિએ ગળા પર બ્લેડ મારી હોવા છતા મદદ કરના બદલે પત્ની રૂમમાં ચાલી ગઈ હતી. ત્યારબાદ સાથે ગયેલા પિતરાઈ ભાઈ બાઈક પર વિનયને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં હાલત તેની સારવાર ચાલી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY