ઈજાગ્રસ્ત હાલતમાં પાંચ દિવસ અગાઉ મળેલા યુવકના મોતથી ફોરેન્સિક પીએમની માંગ

0
4

સુરત,તા.૧૨
લીંબાયતમાં રત્નપ્રભા સોસાયટી બહારથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા યુવાનનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. શરીર પરથી મારના નીશાન મળી આવ્યા હતાં. ૫મી એ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા રવિન્દ્ર કાશીનાથ સિમ્પી ઉ.વ. ૪૦ રહે સજયનગર લીંબાયતને ૬ જૂન ના રોજ પત્ની સિવિલ લઈ આવતા દાખલ કરાયો હતો.૧૨મી સવારે વોર્ડમાં મૃત્યુ થતા ડોક્ટરોએ એમએલસી કરાવ્યું હતું.
મૃતકના મોઢા, પેટ અને બન્ને પગના ઘૂંટણના ભાગે મારના નિશાન મળી આવ્યા હતાં. લોકોએ માર માર્યો હોવાની વાત કહેવાય છે. રવિન્દ્ર માનસિક બીમાર હોવાની વાત જાણવા મળી છે.મૃત્યુ મારથી કે બીમારીથી થયું એ રહસ્ય છે.પત્ની કલ્યાનીબેનની પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ છે. પોસ્ટ મોર્ટમ બાદ મૃત્યુનું સાચું કારણ બહાર આવે તેવી શક્યતા છે. ફોરેન્સિક પીએમ કરાવવા પરિવારની માંગ કરાઈ છે.જમાઈ અનિલએ જણાવ્યું હતું કે, ૨ જુનના રોજ ત્રણ સંતાનો પૈકી એકને આંગળીમાં કરડી લીધા બાદ પત્ની કલ્યાની બાળકો સાથે પિયર ચાલી ગઈ હતી.ત્યારબાદ રવિન્દ્ર પણ આખી રાત ઘર બહાર હતો બીજા દિવસે શોધવા નીકળતા રવિન્દ્ર સંજય નગર સર્કલ પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તપાસ ચાલી રહી છે. શરીર પર મારના નિશાન દેખાય છે પણ મૃત્યુનું સાચું કારણ પોસ્ટ મોર્ટમ બાદ બહાર આવશે અને ત્યારબાદ તપાસ શરૂ થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY