લાંચ કેસમાં પકડાયેલો મનીષ પચ્ચીગર સીએ નથી : આઈસીએઆઈ

0
11

એસીબીને રજૂઆત કરવામાં આવશે : ચેરમેન મીહિર ઠક્કર
સુરત, તા.૧૩
આસીસ્ટન્ટ ચેરીટી કમિશનર ને તેની સાથે સાંઠગાંઠ ધરાવતા સી.એ.ïને લાંચ લેતા પકડવાના અહેવાલ પ્રગટ થયા છે. મનીષ પચ્ચીગર નામનો કોઈ વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી અને ચાર્ટ એકાઉન્ટન્ટની ડીગ્રી ધરાવતો નથી. આ વ્યક્તિ કોઈ અન્ય વ્યવસાય સાથે સંકળાયેલ હોઈ શકે છે પણ તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો નથી જ. તેમ આઈસીએઆઈ સુરત બ્રાન્ચના મીહિર ઠક્કરે જણાવ્યું હતું.
ખોટી વયક્તિએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ તરીકે ઓળખ અપાયેલ કે જે ખરેખર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી. જેનાથી અમારી આખા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પ્રોફેશનનું નામ, ગુડવીલ અને માન સન્માનને સામાન્ય નાગરિકોમાં ખૂબ જ હાની પહોંચાડી છે. આ માહિતી સીએ મીહિર ઠક્કર, પ્રગ્નેશ જગા શેઠ અને રોનક પટેલે આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY