ભારત પર નજર રાખવાના હેતુથી પાકિસ્તાન અવકાશી કાર્યક્રમ હાથ ધરશે

0
142

ઉપગ્રહ છોડવા સહિતના વિવિધ પ્રાજેક્ટનું આયોજન
ઈસ્લામાબાદ,તા.૩૦
પાકિસ્તાન આગામી નાણાકીય વર્ષમાં ભારત પર નજર રાખવાના હેતુસર અવકાશી કાર્યક્રમ હાથ ધરવાનું છે. પાકિસ્તાન મુલકી અને લશ્કરી હેતુસર વિદેશી ઉપગ્રહો પર આધાર રાખવાનું બંધ કરીને સ્વનિર્ભર બનવાની તૈયારી કરી રÌšં છે. પાકિસ્તાન હાલમાં મુલકી અને લશ્કરી સંદેશવ્યવહાર માટે મોટા ભાગે અમેરિકા અને ફ્રાન્સનાં ઉપગ્રહો પર આધાર રાખે છે, પરંતુ તેણે હવે આ ક્ષેત્રે સ્વનિર્ભર થવાની કાર્યવાહી હાથ ધરી છે.
પાકિસ્તાનની સ્પેસ એન્ડ અપર એટમાસ્ફિયર રિસર્ચ ઓર્ગેનાઇઝેશન માટે ૨૦૧૮-૨૦૧૯ના નાણાકીય વર્ષમાં રૂપિયા ૪.૭૦ અબજ ફાળવાયા છે અને તેમાં ત્રણ નવા પ્રાજેક્ટ માટેના રૂપિયા ૨.૪૪ અબજનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનની સ્પેસ એન્ડ અપર એટમાસ્ફિયર રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અવકાશી ટેક્નાલાજી ક્ષેત્રે વિકાસ કરવા નિયમિત કામગીરી હાથ ધરી રÌšં છે. પાકિસ્તાન મલ્ટિ-મિશન સેટેલાઇટ (પાકસેટ-એમએમવન) માટે રૂપિયા ૧.૩૫ અબજ ફાળવાયા છે. કરાચી, લાહોર અને ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના અવકાશી કેન્દ્ર શરૂ કરવા માટે રૂપિયા એક અબજની ફાળવણી કરાઇ છે.
કરાચીમાં સ્પેસ એપ્લિકેશન રિસર્ચ સેન્ટર માટે રૂપિયા ૨૦ કરોડની ફાળવણી કરાઇ છે. પાકિસ્તાન રૂપિયા ૨૭.૫૭ અબજના ખર્ચે ઉપગ્રહ તૈયાર કરવાનું છે અને રૂપિયા ૨૬.૯૨ અબજના ખર્ચે અવકાશી કેન્દ્રો શરૂ કરશે.
પાકિસ્તાનના સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાત મારિયા સુલતાને જણાવ્યું હતું કે પાકિસ્તાન હવે અવકાશમાંથી ભારતીય બાજુ પર નજર રાખવા આ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા પ્રયાસ કરી રÌšં છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY