સુરત, તા.૧૩
સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૭, નોîધ નં.૧૭૫૧ વાળી મિલ્કતમાં સુરત મહાનગરપાલિકાના મંજુર કરાયેલ પ્લાન વિરૂદ્ધ બાંધકામ કરતા અત્રેથી તા.૧૧-૬-૨૦૧૯નાં રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાનાં સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાનાં સિક્યોરિટી સ્ટાફની મદદથી ડિમોલીશન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પાંચમાં માળે આશરે ૧૧૦૦ ચો.ફુટ માર્જીનવાળા તથા ઓપન ટેરેસવાળા ભાગમાં આર.સી.સી. સ્લેબ દુર કર્યો. તેમજ ડીમોલીશન પેટે રૂ.૧૦૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




