સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદે બાંધકામનું ડીમોલીશન

0
10

સુરત, તા.૧૩
સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૪, નોîધ નં.૩૮૭૮-૭૯ વાળી મિલકતમાં સુરત મહાનગરપાલિકાના મંજૂર કરાયેલ પ્લાન વિરૂદ્ધ બાંધકામ કરતા અત્રેથી તા.૧૨-૬-૨૦૧૯ના રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાનાં સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાનાં સિક્યોરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત છઠ્ઠા માળે આશરે ૨૫૦ ચો.ફુટ ચણતર તથા ૮ કોલમના સળીયા દૂર કર્યા. તેમજ ડીમોલીશન પેટે રૂ.૨૦,૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ લેવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY