કોઈ મોદીના પિતાનું નામ પણ જાણતુ નથીઃ કોંગ્રેસના નેતા

0
9

જયપુર,તા.૨૫
કોંગ્રેસના નેતા રાજ બબ્બરે તાજેતરમાં ઈન્દૌરની જાહેરસભામાં ગગડતા રૂપિયાની તુલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા સાથે કર્યા બાદ હવે વધુ એક કોંગ્રેસી નેતાએ મોદીના પિતાને સંબોધીને નિવેદન કરતા બળતામાં ઘી હોમ્યું છે.
ભાજપે ટ્‌વીટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા વિલાસરાવ મુત્તેમવારે મોદી તેમજ તેમના પિતા પર સીધો હુમલો કર્યો હતો. રાજસ્થાનમાં ચૂંટણી જાહેર સભાના સંબોધતા મુત્તેમવારે મોદીના પિતાની તુલના કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના કુળ સાથે કરી હતી.
વીડિયોમાં કેન્દ્રીય મંત્રી એવું જણાવી રહ્યા હતા કે, ‘તમે (મોદી) વડાપ્રધાન બન્યા તે અગાઉ તમને કોણ ઓળખતું હતું? આજે પણ તમનારા પિતાનું નામ કોણ જાણે છે. જ્યારે રાહુલ ગાંધીના પિતા – રાજીવ ગાંધીનું નામ બધા જ જઆમે છે. રાજીવ ગાંધીના માતા ઇન્દિરા ગાંધીને પણ સૌ સારી રીતે ઓળખે છે. બધાને ખબર છે કે ઇન્દિરા ગાંધી જવાહરલાલ નેહરુના પુત્રી હતા. તેમજ જવાહરલાલ નેહરુના પિતા મોતિલાલ નેહરુ હતા તે પણ બધાને ખબર છે. આમ ગાંધી પરિવારની પાંચ પેઢીને બધા ઓળખે છે જ્યારે નરેન્દ્ર, તેમના પિતાનું નામ પણ કોઈને ખબર નથી. અને તે હિસાબ માંગી રહ્યા છે.’
અગાઉ રાજ બબ્બરના નિવેદનને ટાંકીને પીએમ મોદીએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો અને વિપક્ષ તેમનો સામનો કરવાથી ડરી રહ્યો હોવાથી તે મારી માતાને ગાળો આપે છે. મોદીએ ગાંધી પરિવાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે હવે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા રહ્યા નથી એટલા વ્યકિતગત ટિપ્પણી કરી રહ્યા છે. મોદીએ કહ્યું કે મારા માતા પૂજા પાઠ કરે છે અને ભગવાનનું નામ લે છે તેમની ઉંમર ૯૭ વર્ષની છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY