મજૂરના મકાનને આગ લગાડાઈ

0
10

બે સગા ભાઈઓ તથા અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કરાયો
સુરત, તા.૧૩
કડોદરા-અંત્રોલી ગામના ભૂરી ફળીયામાં નજીવી બાબતમાં ઝઘડો કરી ત્રણ ઈસમોએ મકાનમાં આગ લગાડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂતોના જણાવ્યા અનુસાર પલસાણા તાલુકાના ભૂરી ફળીયામાં મુકેશભાઈ ભીખાભાઈ રાઠોડ રહે છે. તે છુટક મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગતરોજ અંત્રોલી ગામમાં રહેતા સંજય રાઠોડ અને તેના સગાભાઈ અશોક રાઠોડ તથા અન્ય એક અજાણ્યા ઈસમે તેમની સાથે ઝઘડો કરી મજુરના મકાનમાં આગ લગાડી મકાનમાં મુકેલો સર સામાનને નુકસાન પહોંચાડી ફરાર થઈ ગયા હતા. મજુરે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૪૩૬, ૪૪૮ તથા ૧૧૪ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY