વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદની અસર
ચોર્યાસી અને જલાલપોરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો
સુરત, તા.૧૩
અરબી સમુદ્રમાં સર્જાયેલ વાયુ વાવાઝોડાની અસરથી દક્ષિમ ગુજરાત હેમખેમ ઉગરી ગયું છે. તેમ છતાં ભારે પવન અને વરસાદની અસર વર્તાઈ છે. દક્ષિણ ગુજરાતનું વહીવટી તંત્ર વાવાઝોડાની અસરથી લડવા માટે સંપૂર્ણરીતે સજ્જ અને સતર્ક છે.
સુરત જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ જિલ્લામાં ગાજવીજ સાથે છુટો છવાયો વરસાદ નોîધાયો છે. બારડોલીમાં ૧મીમી, ચોર્યાસીમાં ૧૨મીમી, કામરેજમાં ૫મીમી, માંગરોળમાં ૩મીમી, ઓલપાડમાં ૩મીમી, ઉમરપાડામાં ૪મીમી અને સુરત શહેરમાં ૭મીમી વરસાદ નોંધાયો છે.
નવસારી જિલ્લા ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ નવસારીમાં ૧૦મીમી, જલાલપોરમાં ૧૨મીમી, ગણદેવીમાં ૩મીમી વરસાદ નોંધાયો છે.
વલસાડ જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ પારડીમાં ૨મીમી, ઉમરગામમાં ૧મીમી અને વાપીમાં ૧મીમી જેટલો વરસાદ નોંધાયો છે.
વાયુ વાવાઝોડાની અસરથી દક્ષિણ ગુજરાત ઉપર ઘાત ટળી ગઈ છે. વાવાઝોડાના લીધે ભારે પવન ફુંકાવાની સાથે દરિયામાં ઉંચા મોઝા ઉછળ્યા હતા. તેમજ સુસવાટાભેર વરસાદ નોંધાતા વાતાવરણમાં ફેરફાર થયો છે. આગામી ૧૨ કલાક સુધી ભારે પવન અને વરસાદી ઝાપટાની અસર વર્તાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




