ધી મોટા વરાછા બાગાયત સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા સંપન્ન

0
7

સુરત, તા.૧૩
ધી મોટા વરાછા બાગાયત સહકારી મંડળી લી.ની ૬૯ વાર્ષિક સાધારણ સભા તા.૯-૬-૨૦૧૯ને રવિવારને ૯ કલાકે મળી હતી. જેમાં સૌપ્રથમ તાજેતરમાં તક્ષશીલા આર્કેડમાં લાગેલ આગમાં ૨૨ માસુમો મૃત્યુ પામ્યા હોય તેમજ પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા આપણા ૪૨ નવ જવાનોનાં માનમાં બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલી આપી હતી. ત્યારબાદ સભાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં મંડળીના વર્તમાન પ્રમુખ અરૂણભાઈ મગનભાઈ પટેલે સર્વને આવકારી સ્વાગત કર્યુ હતું અને એજન્ડા મુજબના ૧ થી ૭ કામો રજૂ કર્યા હતા. જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. મંડળીના મેનેજર દિલીપસિંહ રણાએ આંકડાકીય માહિતી આપી મંડળીનો વેપાર દિન પ્રતિદિન વધતો જાય અને દિવસે દિવસે પ્રગતિ તરફ આગળ વધી રહે તેવો ચિતાર રજૂ કર્યો હતો. ત્યારબાદ વ્યવસ્થાપક સમિતિના સભ્યો તેમજ મંડલીના સભાસદોએ સાથે મળી મંડળીના વિકાસ કેવી રીતે કરવો તે બાબતે ચર્ચા કરી હતી. ત્યારબાદ સભા સમાપ્ત કરવામાં આવેલ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY