૧૫૦૦ કિલો ગૌમાંસ ભરેલા વાહન ચાલકે ફોરેસ્ટ અધિકારીને ટક્કર મારી

0
12

માંગરોળ પોલીસે ચાલક સામે ગુનો નોંધ્યો
સુરત, તા. ૧૩
માંગરોળ તાલુકાના ઘોડબાર ગામના જંગલમાં બોલેરો પીકઅપ વાનમાં રૂ. દોઢ લાખની કિંમતનું ભરેલું ગૌમાંસ ભરીને જતા એક ચાલકે ફોરેસ્ટ અધિકારીને ટક્કર મારી ઈજાઓ પહોંચાડી વાહન ત્યાં જ મૂકીને ચાલક ફરાર થઈ ગયો હોવાનો બનાવ માંગરોળ પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના મામ ફળિયાïમાં ઈરફાન ઈબ્રાહીમ રહે છે. તેઓ વાહન ચાલક છે. ગતરોજ તેઓ બોલેરો પીકઅપવાનમાં વગર પાસ પરમીટનું ૧૫૦૧૦ કિલો ગૌમાંસ કિંમત રૂ. દોઢ લાખનું ભરીને ઘોડબાર ગામના જંગલમાંથી પસાર થતા હતા ત્બ્યારે ચાલકે પૂરપાટઝડપે બોલેરો પીકઅપવાન હંકારી ફોરેસ્ટ અધિકારી જયંતિભાઈ બારીયા તથા જોડી ગાર્ડ રાહુલ ચૌહાણને ટક્કર મારી શરીરના ભાગે ઈજા પહોંચાડી વાહન ત્યાં જ મુકામે ફરાર થઈ ગયો હતો. પોલીસે ૧૫૦૦ કિલો ગૌમાંસ કબજે લઈને ચાલક સામે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ૨૦૧૭ની કલમ ૫,૬, (ખ) મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY