સુરત, તા. ૧૩
કડોદરા નેશનલ હાઈવે પરથી પસાર થતા એક વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કરી શરીરના ભાગે ગંભીર ઈજાઅો પહોંચાડી રૂ. સાત સાત હજારની કીંમતનો મોબાઈલ ફોનની લૂંટ ચલાવી મોટર સાઈકલ પર આવેલા ત્રણ હિન્દી ભાષી યુવાનો ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ઉત્તર પ્રદેશ દેવરિયા જિલ્લાના વતની અને હાલમાં કડોદરા ગામ ખાતે રહેતા અમિતભાઈ ઓમપ્રકાશ યાદવ વિદ્યાર્થી છે. ૨૦ વર્ષનો આ યુવક ગતરોજ કડોદરા નેશનલ હાઈવે પરથી પસાર થતો હતો ત્યારે ૨૦ થી ૨૨ વર્ષની વયના હિન્દી ભાષી યુવાનો મોટર સાઈકલ પર આવી ચાકુ વડે હુમલો કરી છાતી, હાથના ભાગે ઈજાઓ પહોંચાડી રૂ. ૭૫૦૦/-ની કિંમતનો મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



