સુરત,તા.૩
સુરત શહેર કોંગ્રેસ સંગઠનમાં ફેરબદલ થતાં બીજા દિવસે જ એની અસર જાવા મળી હતી. જેમાં એક ચોક્કસ જૂથના લોકોને પદો પર સ્થાન અપાયા હોવાના આક્ષેપ સાથે જૂના જાગીઓએ શહેર પ્રમુખને રાજીનામા ધરી દીધાં હતાં. જુના જાગીઓએ એક જ ગ્રુપ ને મહત્વ આપી ૯૫ ટકા પ્રતિનિધીઓને સમાવવામાં આવ્યા હોવાનું કારણ ઉભુ કરી રાજીનામા ધરવા માંડ્યાં હતાં. આ સ્થિતિમાં ગુરૂવારે નારાજ સભ્યો સાથે સર્કિટ હાઉસ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના મોટા નેતા મનાતા ડો.તુષાર ચૌધરી સાથે મુલાકાત કરી હતી. સાથે જ પોતાની નારાજગી અને પ્રશ્નો રજૂ કર્યાં હતાં.
નવા માળખા અંગે અસંતોષ છે એક જ જુથના વધુ કાર્યકરોને સમાવાયા હોવાની મને રજુઆત થઈ છે. જે નેતાઓ અસંમત છે તેઓ સાથે વાતચીત કરવામાં આવી છે. કોઈ ના રાજીનામા સ્વીકારવામાં આવ્યા નથી. નારાજ વડીલો અંગે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવશે. અને સુખદ નિરાકરણ આવે તેમ છે.
કોંગ્રેસના નારાજ નેતા અને રાજીનામું ધરી દેનારા સંજય પટવાએ જણાવ્યું હતું કે, હમણાં કોંગ્રેસમાં યોગ્ય વાતાવરણને બગાડવા પ્રયાસ થઈ રહ્યો છે. જેથી તેઓ કોંગ્રેસને સામી ચૂંટણીમાં મજબૂત કરવા માટે થઈને રાજીનામું આપ્યું છે. આશા છે કે, હાઈકમાન્ડ યોગ્ય નિર્ણય કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




