સુરત મનપાનું ૫૫૯૯ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, પ્રજા પર ટેક્સનો ભાર ઘટ્યો

0
13

સુરત,તા.૪
સુરત મહાનગર પાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા કોઇ પણ પ્રકારના ટેક્સનો ભાર પ્રજા ઉપર મુકવામાં આવ્યો નથી. ૨૦૧૯-૨૦માં સુરતની પ્રજાને મકાનો મળી રહે તે માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. પાલિકા કમિશ્નર એમ. થેંન્નેરેશનએ પાલિકા કચેરીમાં બજેટ રજૂ કર્યું હતું. ૫૫૯૯ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષ ૨૦૧૮-૧૯માં ૫૩૭૮ કરોડનું બજેટ રજૂ થયું હતું. આ વર્ષે બજેટમાં ૨૨૧ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. રેવન્યુ આવક ૨૯૩૯ કરોડ અને રેવન્યુ ખર્ચ ૩૦૮૪ કરોડ છે.
– ડ્રેનેજ વિભાગ માટે ૫૭૭.૯૮ કરોડ
– પાણી પુરવઠા વિભાગ માટે ૧૬૪.૬૪ કરોડ
– જુદા જુદા બ્રિજ બનાવવા માટે ૨૦૮.૫૦ કરોડ રૂપિયાના ખર્ચની જાગવાઈ કરાઈ
– બીઆરટીએસ સેવા માટે ૨૫.૮૩ કરોડ અને ટ્રાફિક સેલ માટે ૫૩.૭૦ કરોડની ફાળવણી
– સીટી ઇજનેર સ્પેશિયલ સેલ માટે ૪૫.૬૭ કરોડ
– નવા વિયર કમ કોઝ-વે માટે ૨૫ કરોડ
– માર્કેટ હોલ(શોપિંગ મોલ) બનાવાશે, તેના માટે ૧ કરોડની ટોકન જાગવાઈ
– રોડ ડેવલપમેન્ટ માટે ૧૯૮.૩૬ કરોડની ફાળવણી
– હાઉસિંગ વિભાગ માટે ૨૧.૪૭ કરોડની ફાળવણી
– અલગ-અલગ પ્રકારના આવાસ બનાવવા માટે સ્લમ અપગ્રેડેશન સેલ માટે ૪૧૯.૯૫ કરોડ ફાળવ્યા

બજેટમાં સૂચવાયેલા કેટલાંક મુખ્ય કામો
– નવા ૬ બ્રિજ તૈયાર કરવામાં આવશે
– પ્રદુષણ રોકવા એર ક્વોલિટી મોનિટરીંગ પર ભાર મૂકાશે
– હાલમાં બંધાઈ રહેલાનવા ૬ બ્રિજ ચાલુ વર્ષમાં શહેરીજનોને મળશે
– ગ્રીન મોબિલિટી માટે નવી ૫૦ ઇલેક્ટ્રિક બસ ખરીદાશે
– ઇ-વ્હીકલ્સ માટે ચાર્જીંગ સ્ટેશન ઉભું કરાશે
– જીમના સાધનોમાંથી વીજળી ઉત્પાદન કરવામાં આવશે
– ગાર્ડનમાં એક્સસાઈઝ માટે મૂકવામાં આવતા કસરતના સાધનોમાંથી વીજળી ઉપન્ન કરવા માટેનો પ્રયોગ કરાશે
– સુરત શહેર વિસ્તારમાં ૨૮ સ્થળોએ ૧૧૭૬ વ્યક્તિઓને સમાવાય તેવા શેલ્ટર હોમ બનાવાશે
– સ્મીમેર મેડિકલ કોલેજમાં ૧૭ કરોડના ખર્ચે પીજી હોસ્ટેલ બનાવાશે
– આઇસીયુ દર્દીના સંબંધીઓને રહેવા માટે ડોરમીટરી પણ બનાવાશે
– જાહેર આરોગ્ય જળવાય તે માટે મોબાઈલ ફૂડ લેબોરેટરી પણ શરૂ કરાશે
– ૫૦ ફ્રી સેનેટરી નેપકીન વેન્ડિંગ મશીન મુકાશે
– મસકતી હોસ્પિટલમાં ૩ અને સ્મીમેર હોસ્પિટલમાં ૧૦ અને ૭ સામુહિક કેન્દ્રોમાં વેન્ડિંગ મશીન મુકાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY