રાજકોટ,તા.૪
રાજકોટ એસીપી ટંડેલ અને એ ડિવીઝન પોલીસે પંચનાથ મેઇન રોડ પર આવેલા પિંક વેલનેસ સ્પામાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. જેમાં થાઇલેન્ડની ૭ યુવતીઓની પૂછપરછ કરતા વર્ક પરમિટ વિના કામ કરતી હોવાનું ખુલ્યું હતું. આ તમામ યુવતીઓની અટકાયત કરાઈ હતી.
થાઇલેન્ડની સાતેય યુવતીઓના પાસપોર્ટ ચેક કરવામાં આવ્યા હતા. પોલીસે સ્પા સેન્ટરના માલિક સાગર વિશ્વકર્માની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




