સુરત,તા.૪
સુરત મનપાની ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો થતા ચકચાર મચી છે. આ હુમલામાં એસઆરપી જવાનનું માથું ફૂટ્યું. ઈજાગ્રસ્ત જવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાવવામાં આવ્યો છે. ખટોદરા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સુરતમાં ફરી એક વાર ઢોર પાર્ટીના કર્મચારીઓ પર હુમલો થતા પોલીસ દોડતી થઈ છે. સુરતના ખટોદરા વિસ્તારમાં વહેલી સવારે મનપાની ઢોર પાર્ટી ઢોર પકડવા ગઈ હતી. જ્યાં તેઓની પશુપાલક સાથે આ મામલે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ જાતજાતામાં તો પશુપાલક દ્વારા ઢોર પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો. જેમાં એક એસ.આર.પી જવાન ઈજાગ્રસ્ત થયો હતો. જવાનને તાત્કાલિક ૧૦૮ મારફતે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
બીજી તરફ આ ઘટના ની જાણ થતાં ખટોદરા પોલીસ અને ઉચ્ચ અધિકારીની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલ ખટોદરા પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





