રાજ્યમાં ગુનાઓ રોકવા માટે ગોળીનો જવાબ ગોળીથી અપાશે યોગી

0
103

લખનઉ,
19/02/2018

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યાનાથે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થતિમાં સુધારો લાવવા તેમજ મૂડીરોકાણ આકર્ષિત કરવાના ભરપૂર પ્રયાસો શરૂ કર્યા છે. રાજ્યમાં ગુનેગારોના એન્કાઉન્ટરને યોગ્ય ઠરાવતાં મુખ્યપ્રધાને જણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થા માટે આમ કરવું જરૂરી છે.

ગુંડાઓને ચેતવણી પણ અપાઈ હતી કે જા તેઓ પોલીસ પર ગોળીબાર કરશે તો તેના પરિણામ ભોગવવા પડશે.

રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થતિ સુધારવા તેમજ મૂડીરોકાણ આકર્ષવા માટેન પગલાં લેવાઈ રહ્યા છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે અમે સરકારની રચનાના પ્રથમ દિવસે જ કાંડ હતું કે ઉત્તર પ્રદેશને ગુનાખોરી મુક્ત બનાવવા માટે જ આ સરકારની રચના થઈ છે. અમે ગુંડાગીર્દી સામે ચેતવણી આપી હતી અને ત્યારપછી કાર્યવાહી શરૂ કરી છે.

મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે જા તમે ગોળીબાર કરશો તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. આજે આના પરિણામ જાઈ શકાય છે. ગુનેગારો હવે રસ્તા પર ઓશિકા લઈને ફરે છે અને તેની પર લખેલું હોય છે કે હું અપરાધી નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY