સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તુવેરની ખરીદી કરશે

0
13

નોટલ એજન્સી વિવિધ કેન્દ્રો પરથી તુવેર ખરીદશે
વલસાડ, તા.૪
રાજ્ય સરકાર દ્વારા માર્કેટિંગ સીઝન ૨૦૧૮-૧૯માં તુવરના લઘુત્તમ ટેકાના ભાવ રૂ. પ૬૭૫ કિવિ. (રૂ.૧૧૩૫/- મણ)થી નીચા જાય તો ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુસર લઘુત્તમ ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિ.લી. ને રાજ્ય સરકારની નોડલ એજન્સી નક્કી કરેલી છે. વલસાડ જિલ્લામાં વલસાડ, પારડી, ઉમરગામ, ધરમપુર તથા કપરાડા એ.પી.એમ.સી. ખાતે વેચાણથી તુવર આપવા ઇચ્છતા ખુડૂતોએ ફરજિયાતપણે એ.પી.એમ.સી. ખરીદ કેન્દ્ર ખાતે તા.૩૧/૦૧/૧૯ સુધી અોનલાઇન નોધણી કરાવવાની રહેશે.
નોધણી સમયે આધારકાર્ડની નકલ, અદ્યતન ૭/૧ર અને ૮-અનો ઉતારો, પાક વાવણી અંગેની નોધ ના થઇ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટી કે ગ્રામસેવકના સહી-સિક્કાનો દાખલો, ખેડૂતની આઇ.એફ.એસ.સી. કોડ સહિતની બેન્ક એકાઉન્ટની વિગત અને બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક જેવા દસ્તાવેજી પુરાવાઓ સાથે વલસાડ જિલ્લાના ધરમપુર તથા કપરાડા એપીએમસી કેન્દ્ર ખાતે લાવવાના રહેશે. ઓનલાઇન રજિસ્ટ્રેશનના ક્રમ ધ્યાને લઇ નિયત ગુણવત્તાવાળી તુવેરનો જથ્થો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિ.લી. દ્વારા ટેકાના ભાવે તુવેરના વાવેતર વિસ્તારના આધારે તુવેરની ખરીદી શરૂ કરવમાં આવશે. વેચાણ થયેલા તુવેરના નાણાં સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે, એક જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા મેનેજર વલસાડ દ્વારા જણાવાયું છે. એમ જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા મેનેજર વલસાડ દ્વારા જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY