રણવીરનો ઘટસ્ફોટઃ ‘દીપવીર’ની જોડી પડદા પર નહીં જોવા મળે

0
8

મુંબઈ,તા.૫
બોલીવુડનાં ‘બાજીરાવ’ અને ‘મસ્તાની’ કહેવાતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જાડીને લોકો ઘણી જ પસંદ કરે છે. તાજેતરમાં જ લગ્નનાં બંધનમાં બંધાયેલા આ કપલને આૅન-સ્ક્રીન અને આૅફ-સ્ક્રીન બંને જગ્યાએ આઇકાનિક કપલ તરીકે જાવામાં આવે છે. અત્યાર સુધી જેટલીવાર પણ આ જાડી પડદા પર સાથે આવી છે, બાક્સ આૅફિસ પર છવાઈ ગઈ છે. જા કે હવે આ જાડીને પસંદ કરનારા ફેન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે.
દર્શકો પડદા પર દીપિકા અને રણવીરને એકસાથે જાવાનું ઘણું જ પસંદ કરે છે. જા કે દર્શકોને ૧ વર્ષ સુધી આ જાડી એકસાથે પડદા પર નહીં જાવા મળે. ‘સિંબા’ ફિલ્મને કારણે અત્યારે બોલીવુડમાં છવાઈ ગયેલા રણવીર સિંહે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે ૨૦૧૯ સુધી દીપિકા સાથે કોઇપણ ફિલ્મમાં જાવા નહીં મળે. રણવીર સિંહે પોતાના નિવેદનમાં એ પણ કહ્યું કે, “મારી પત્ની અને મારી એકસાથે અત્યારે કોઇપણ ફિલ્મ નથી આવી રહી. હું આશા રાખું છું કે ફિલ્મમેકર જલ્દી અમને બંનેને કોઇ પ્રોજેક્ટ માટે અપ્રોચ કરશે. હું દીપિકા સાથે સ્ક્રીન શેર કરવા માટે ઉત્સુક છું.”
જણાવી દઈએ કે રણવીર સિંહ ઝોયા અખ્તરની ફિલ્મ ‘ગલી બાય’માં જાવા મળશે. તો દીપિકા પાદુકોણ મેઘના ગુલઝારની ફિલ્મ ‘છપાક’માં જાવા મળશે. આ ફિલ્મ એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનાં જીવન પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે દીપિકા ૫ જાન્યુઆરીનાં રોજ પોતાનો ૩૩મો જન્મદિવસ મનાવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY