સુરત મહાનગરપાલિકા દ્વારા કાલે ગરીબ કલ્યાણ મેળો યોજાશે

0
6

લાભાર્થીઓને ૨૯૫.૩૭ કરોડની સાધન સહાય અપાશે
સુરત, તા.૭
અગાઉ દસ તબક્કામાં યોજાયેલ ૧૪૯૧ ગરીબ કલ્યાણ મેળાઓ થકી ૧.૩૪ કરોડ લાભાર્થીઓને રૂ.૨૩,૮૮૯ કરોડની સહાય આપવામાં આવી છે. જેમાં ૧૩.૯૨ લાખ અનુસૂચિત જાતિના, ૩૪.૫૯ લાખ અનુસૂચિત જનજાતિના તથા ૬૨.૫૫ લાખ મહિલા લાભાર્થીઓને સહાય વિતરીત કરાઈ છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં અગાઉ યોજાયેલ ૧૭ ગરીબ કલ્યાણ મેળામાં ૧.૦૪ લાખ લાભાર્થીઓને રૂ.૧,૦૯૮.૪૧ કરોડની સહાય આપવામાં આવી છે.
અગિયારમાં તબક્કામાં જાન્યુઆરી ૨૦૧૯માં ૩૩ જિલ્લાઓમાં ૩૯ ગરીબ કલ્યાણ મેળાઅો યોજાઈ રહ્ના છે. જેમાં સુરત શહેરમાં ૮મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ યોજાનાર ૧૮માં ગરીબ કલ્યાણ મેળામાં અંદાજીત ૧૩,૫૮૯ લાભાર્થીઓને રૂ.૨૯૫.૩૭ કરોડની સહાય કરવામાં આવશે. સરકારના વિવિધ વિભાગો, બેîકો, વિકાસલક્ષી કોર્પોરેશનો અને વીમા કંપનીઓ દ્વારા અમલ કરાતી યોજનાઓના લાભોનું એક સાથે, એક જ સમયે, એક જ સ્થળેથી વિતરણ કરાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY