સુરત જિલ્લામાં પણ શીતલહેર સાથે આજે લઘુત્તમ તાપમાન ૧૩.૬ ડિગ્રી નોધાયું
સુરત, તા. ૭
સમગ્ર રાજ્યમાં ઉત્તર દિશાથી ફૂંકાઈ રહેલી શીતલહેરની અસરથી તાપમાનનો પારો ૪ થી ૫ ડિગ્રી ઘટયો છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી આજે સતત છઠ્ઠા દિવસે નવસારીમાં ૭ અને વલસાડમાં ૮ ડિગ્રી તાપમાન સાથે નોîધાઈ છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૨૮.૮ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૩.૬ ડિગ્રી નોધાયું છે. હવામાં ભેજનુ઼ પ્રમાણ ૪૨ ટકા અને હવાનું દબાણ ૧૦૧૭.૯ મીલીબાર નોધાયું છે. શહેરમાં ઉત્તર પૂર્વ દિશાથી કલાકના ૪ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહો છે ગતરોજની સરખામણીએ આજે શહેરમાં ૧ ડિગ્રી ઠંડી વધી છે. ઉત્તર દિશાથી ફૂંકાતા પવનના લીધે શહેરીજનોને ફુલગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે પણ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડી ૭.૮ ડિગ્રી નોîધાઈ છે. સતત ૬ દિવસથી નવસારી સિંગલ ડિજીટ ન્યુનત્તમ તાપમાન સાથે ઠંડીમાં ઠુંઠવાઈ રહ્નાં છે.
વલસાડમાં આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૮.૬ ડિગ્રી નોધાયું છે જે ગત રોજ ૯.૧ ડિગ્રી નોધાયું હતું. રાજ્યમાં નલીયા, ડીસા અને ગાંધીનગરમાં પણ સિંગલ ડિજીટમાં ન્યુનત્તમ તાપમાન નોધાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




