સરથાણા સ્વામીનારાયણ મંદિરમાં ‘શાકોત્સવ’ અને સિલાઈ મશીનનું વિતરણ

0
15

હજારો લોકોએ શાકોત્સવમાં પ્રસાદનો લાભ લીધો
સુરત, તા.૭
મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામીનારાયણ મંદિર-સરથાણા, સુરતમાં આજે દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી હરિની સ્મૃતિ સાથે હજારો નગરજનોએï શાકોત્સવનો પ્રસાદ લીધો હતો.
શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન દ્વારા માનવ સેવા અભિયાન અંતર્ગત અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઅો કરવામાં આવે છે. આજે વિધવા બહેનોને સિલાઈ મશીન આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધવા બહેનો પગભર થઈને ગૌરવભેર અને આત્મસમ્માનથી જીવન જીવી શકે તે માટે સંચાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ પૂર્વે પંચમહાલ, ડાંગ, નર્મદા, કચ્છ, ભાવનગર, જામનગર વગેરે અનેક જિલ્લાઓમાં ગરીબ અને વિધવા બહેનોને સિલાઈ મશીન આપવામાં આવ્યા છે. આ પ્રસંગે સંત શિરોમણી શ્રી વિજ્ઞાન પ્રકાશ દાસજી સ્વામીએ જણાવ્યું હતું કે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીની પ્રેરણાથી અને વિશ્વામ જાદવા વરસાણીના સહયોગથી આ લોકોપયોગી પ્રવૃત્તિ થઈ રહી છે. વ્યસનમુક્તિને પણ સંસ્થા દ્વારા ખાસ મહત્ત્વ આપવામાં આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY