તા.૨૪’મીથી સુરત મહાનગરપાલિકા દ્વારા હોર્ટીકલ્ચર ફેર અને ક્લાવર શોનું આયોજન

0
7

ફ્લાવર શો દરમિયાન વિવિધ સ્પર્ધાઅોનું પણ આયોજન કરાયું
સુરત, તા.૭
સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૨૪-૧-૨૦૧૯ થી તા.૨૮-૧-૨૦૧૯ના રોજ ૧૬મો હોર્ટીકલ્ચર ફેર અને ફ્લાવર શોનું આયોજન વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે. સદર મેળાના સમયગાળા દરમ્યાન વિવિધ સ્પર્ધાઓ જેવી કે, તાજા ફુલોની ગોઠવણી, ઓષધીય વનસ્પતિના કુંડા, સુકા ફૂલોની ગોઠવણી, ફુલોના ગજરા, બુકે, ફુલોની વેણી, ફુલોના હાર, ફુલોના તોરણ, સલાડ ડેકોરેશન વગેરે સ્પર્ધાઓ રાખવામાં આવેલ છે.
તમામ સ્પર્ધાઓ સ્પર્ધકોના બે ગ્રુપ બનાવી કરવામાં આવશે. જેના પ્રથમ ગ્રુપમાં ૧૮ વર્ષ સુધીની ઉમરના તમામ સ્પર્ધકો અને દ્વિતીય ગ્રુપમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ સ્પર્ધકો ભાગ લઈ શકશે. પ્રવેશફોર્મ વિના મૂલ્યે ગાર્ડન ખાતાની ગાંધીબાગ કચેરી ખાતેથી રજાના દિવસો સિવાય દરરોજ ઓફિસ સમય દરમ્યાન સવારે ૧૦.૩૦ થી સાંજે ૫.૦૦ કલાકે મળી શકશે. ભરેલ પ્રવેશફોર્મ તા.૨૨-૧-૨૦૧૯ સુધી સ્વીકારવામાં આવશે. વધુ માહિતી માટે ગાર્ડન ખાતાની ગાંધીબાગ કચેરીમાં રૂબરૂ અથવા ફોન ૦૨૬૧-૨૪૭૩૬૩૩ થી સંપર્ક કરવા વિનંતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY