મુંબઈ,તા.૭
હાલના દિવસોમાં તમે ગૂગલ પર ખરાબ ચીફ મિનિસ્ટર (Bad cheif minister) લખીને સર્ચ કરો તો કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયનની વીકિપીડિયા પ્રોફાઇલ ખોલીને આવી રહી છે. પિનરાઇ વિજયનના સમર્થકોએ આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના લોકો વિજયનના બદનામ કરવાની કોશિશો કરી રહ્યા છે.
વિજયનના સમર્થકોનો આરોપ છે કે, સંઘના લોકો સબરીમાલામાં મહિલાઓની એન્ટ્રીને લઇને મચેલા વિવાદના કારણે પિનરાઇ વિજયનને બદનામ કરવાની કોશિશ થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના એક નિર્ણયમાં રજસ્વલા ઉંમરની મહિલાઓને કેરળના સબરીમાલા મંદિરમાં જવાની મંજૂરી આપી દેવામાં આવી હતી.
પિનારાઇ વિજયનના સમર્થકોએ સોશિયલ મીડિયા પર એક કેમ્પેઇન શરૂ કર્યું છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ સર્ચ રિઝલ્ટને રિપોર્ટ કરો. કેમ્પેઇનમાં ‘કામરેડ્સ’થી અપીલ કરવામાં આવી રહી છે કે આ સર્ચ રિઝલ્ટ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નામ લાવવામાં આવે. વિજયન સમર્થક સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવીલ રહ્યા છે કે, આ સર્ચ રિઝલ્ટને રિપોર્ટ કેવી રીતે કરશો.
તમને જણાવી દઇએ કે, ગૂગલના સર્ચ એન્જિનમાં આવું પહેલી વખત બન્યું નથી, જ્યારે આ પ્રકારની આપત્તિજનક રિઝલ્ટ દેખાઇ રહ્યું હોય. તેના પહેલા ગૂગલ ’10 criminals in the world’ના સર્ચ રિઝલ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ દેખાડવામાં આવ્યું હતું.
આભાર – નિહારીકા રવિયા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




