મિશન હેલ્થકેર યોજનાના રૂ.એક લાખના બોન્ડનું વિતરણ
સુરત, તા.૭
કિરણ હોસ્પિટલ આયોજીત મિશન હેલ્થકેર કાર્યક્રમ અંતર્ગત દીકરીને ૧થી ૫ લાખ સુધીના કિરણ સુકન્યા બોન્ડ અર્પણ કરવાનો કાર્યક્રમ આજે ડીએમડી પાર્ટીપ્લોટ ઉધના- મગદલ્લા રોડ વેસુ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિનામુલ્યે હેલ્થ ચેકઅપ કરાવવા ૧૨૦૦૦થી વધુ લોકો ઉમટી પડયા હતા. મિશન હેલ્થકેર કાર્યક્રમ હેઠળ કિરણ હોસ્પિટલ દ્વારા દીકરીને જન્મ આપનાર માતાઓને ૧ લાખના સુકન્યા બોન્ડ અર્પણ કરવામાં આવ્યા હતા તથા તાપી શુદ્ધિકરણ અને પર્યાવરણ જાળવણી માટે ગયા વર્ષે તાપીમાં ગણેશ વિર્સજન નહીં કરનાર મંડળો પૈકી લકી ડ્રોમાં વિજેતા થયેલા ૧૦૦ મંડળોને ૧૧ હજારના પુરસ્કાર અપાયા હતા.
કિરણ હોસ્પિલના ચેરમેન મથુર સવાણીએ જણાવ્યું હતું કે હોસ્પિટલના લોકાર્પણ સમારોહ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગાયનેક વિભાગમાં જે માતાની કુખે પ્રથમ બાળકી જન્મશે તેની પાસે પ્રસુતિનો ચાર્જ લેવામાં નહીં આવે. જયારે બીજી પણ દીકરી જન્મે ત્યારે ૧ લાખના કિરણ સુકન્યા બોન્ડ આપવામાં આવશે અને જા એ માતા બીજી દીકરીના જન્મ પછી દીકરી અને દિકરાને એક સમાન ગણી અોપરેશન કરાવશે તો ૫ લાખના બોન્ડ આપવામાં આવશે. આ જાહેરાતનો અમલ થવા જઇ રહયો છે. વર્ષ ૨૦૧૮માં ૩.૫ લાખ દર્દીઅોએ આ હોસ્પિલની સેવાઓનો લાભ લીધો છે. ગરીબ અને મધ્યમ વર્ગના વધુ લોકોને અમેરીકા અને યુરોપ જેવી હોસ્પિટલની સુવિધાનો સુરતમાં લાભ મળે તે માટે ૫૦ ટકા સુધીનો ખર્ચ હોસ્પિટલે ભોગવવાનું નક્કી કર્યું છે. અત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ગરીબ દર્દીઓ કિરણમાં સારવાર લેવા આવી રહયા છે. હોસ્પિટલના સંચાલકો દ્વારા દર્દીઅોના સગાને માત્ર ૩૦ રૂપિયામાં લંચ અને ડિનરની વ્યવસ્થા કરાવવામાં આવી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



