સુરત, તા. ૭
પલસાણા ખાતે આવેલ નેશનલ હાઈવે પર ગતરોજ એક આધેડ રસ્તો ક્રોસ કરતી વેળા અજાણ્યા વાહને અડફેટે લેતા ઈજાગ્રસ્ત આધેડનું કમકમાટી ભયુ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર પલસાણા ખાતે મેઘાપ્લાઝા પ્રમુખ પેલેસમાં રહેતા મૂળ યુપીના હસરૂદ્દીન મહોમ્મદ હુસેન (ઉ.વ. ૪૯) નામના આધેડ ગોનાવાળા મિલમાંથી છૂટીને ઘર તરફ જતા હતા ત્યારે પલસાણા શિવમ હોટલની સામે હાઈવે રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા આધેડના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પલસાણા પોલીસે આ અંગે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




