બીજી વખત ચોરી કરવા જતા રંગેહાથ પકડી લેવાયો
સુરત, તા. ૭
સરથાણા જકાતનાકા ડી. માર્ટ મોલમાં નોકરી કરનાર ધી-ડ્રાયફૂટના પેકેટો ચોરી ગયો હતો. બીજી વખત ચોરી કરવા જતા ઝડપી લઈ સરથાણા પોલીસને સુપરત કરાયો હતો.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ડી-માર્ટના મેનેજર ચિંતનભાઈ હેમંતભાઈ ચૌધરીએ આરોપી સંજય વિરજી ડાયાણી (રહે. ધનલક્ષ્મી સોસાયટી, નાના વરાછા વિરુદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ડી-માર્ટમાં નોકરી કરતો હતો. ગત તા. ૧૮/૧૨/૧૮ના રોજ ઘીના સાત પેકેટ, ડ્રાયફટૂટના નવ પેકેટ, મળી કુલ્લે રૂ. ૭૩૦૦ની મતા ચોરી કરી ગયા બાદ ગઈકાલે ફરીથી ચોરી કરવા જતાં પકડાઈ ગયો હતો. આરોપી સંજય ડાયાણીને સરથાણા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. સરથાણા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



