ચોટીલા,તા.૭
ઝાલાવાડના ચોટીલા પાસેની વીડમાં દીપડો સીસીટીવીમાં કેદ થયો છે. ચોટીલા પાસે ઝરિયા મહાદેવ પાસે દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. દીપડો દેખાતા મુલાકાતીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. મંદિરની આસપાર ૪૦ કિ.મી. સુધીમા ડુંગર વિસ્તાર છે.
દીપડો દેખાતા મુલાકાતીઓની સાથે ડુંગર વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. મહત્વનુ છે કે જંગલનો નાશ વધતા વન્યજીવો ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ વળ્યા છે.
જેના કારણે અવાર નવાર દીપડા અને સિંહના હુમલાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે છોટા ઉદેયપુર, રાજકોટ અને જુનાગઢ બાદ હવે ચોટીલા પંથકમા પણ દીપડો દેખાતા લોકોમા દેહશત ફેલાઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




