ગોલવાડ, સીમાડા અને કતારગામ ખાતે જુગાર રમતા ૨૩ ઝડપાયા

0
16

કાંતારેશ્વર એપાર્ટમેન્ટના ધાબા પર જુગાર ખેલાતો હતો
સુરત, તા. ૭
શહેરમાં ત્રણ સ્થળે ચાલતા જુગાર ઉપર પોલીસે દરોડા પાડી ૨૩ જુગારીïની ધરપકડ કરી રૂપિયા ૭૬,૫૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સરથાણા પોલીસે સીમાડા ગામ ક્રિષ્ના નગરમાં જુગાર રમતા સોનુ રામલખન પ્રજાપતિ, રાયસિંગ કુશવાહ, અમિત રાજપૂત, રાજેશ રાજપૂત, જીતેશ કુશવાહ વિરેન્દ્ર રાઠોડ, મહેન્દ્ર મુન્ïનલા, દેવ સુરેશસિંગ રામસેવક હાકીમસિંગ, બરવારી હાકીમ સિંગ, રાજુ રામસિંગની ધરપકડ કરી રોકડા રૂ. ૨૫,૫૦૦ કબજે કર્યા હતા.
મહિધરપુરા પોછીસે ગોલવાડ કણબીશેરીમાં જુગાર રમતા હરિશ રમેશ ચંદ્ર રાણા, ગણેશ શાંતિલાલ રાણા, નીતિન મુકેશ રાણા, પ્રકાશ રાણા , રાહુલ નરેશ રાણા, વસંત કાનિ્તલાલ, જીતેશ રાજેશની ધરપકડ કરી પાંચ મોબાઈલ ફોન, રોકડા મળી કુલ્લે રૂ. ૨૫,૭૨૦ કબજે કર્યા હતા.
કતારગામ પોલીસે કંતારેશ્વર એપાર્ટમેન્ટના ધાબા ઉપર જુગાર રમતા ઘનશ્યામ નરસિંહ પ્રજાપતિ, ભાવેશ ઘોઘારી, ચંદ્રકાન્ત હરજી પ્રજાપતિ, હિતેશ હરજી પ્રજાપતિ, રવજી નાનજી પ્રજાપતિની ધરપકડ કરી રોકડા રૂ. ૨૫, ૩૫૦ કબજે કર્યા હતા. તમામ જુગારીઓ વિરુદ્ધ સ્થાનિક પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY