સુરત,તા.૭
શહેરની ટ્રાફિક સમસ્યાના કારણે છેલ્લા કેટલાક વખતથી મ્યુનિ.એ ખરીદેલી મોટી સાત શબવાહિની બિન ઉપયોગી પડી રહી છે. આવી શબવાહિનીને અઠવા અને રાંદેર ઝોન જેવા પહોળા રોડવાળા વિસ્તારમાં ઉપયોગ કરવા માટે સુચના આપવામાં આવી છે.
સુરત મ્યુનિ. વિસ્તારમાં મૃત્યુ પામેલાને સ્મશાન સુધી લઈ જવા માટે સુરત મહાનગરપાલિકા શબવાહિનીની સેવા પુરી પાડે છે. સુરતની આ શબવાહિની મોટા ભાગે વેઈટીંગમા ંજ ચાલતી હોય છે. આવી સ્થિતિ હોવા છતાં મ્યુનિ.એ ખરીદેલી સાત મોટી શબવાહિની ધુળખાતી હાલતમાં જાવા મળી છે. મજુરા ફાયર સ્ટેશન ખાતે આવી સાત શબવાહિની મુકી રખાઈ તેનું કારણ આશ્ચર્યજનક છે.
શહેરના ભારે ટ્રાફિકમાં શબવાહિની અનેક વખત ફસાતી હોવાની ફરિયાદ સતત મળી રહી છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારમાં રસ્તા સાંકડા હોવાથી શબવાહિની ચલાવવી મુશ્કેલ બની રહી છે. આવી સ્થિતિ હોવાના કારણે લાખો રૃપિયાના ખર્ચે ખરીદેલી મોટી શબવાહિનીનો ઉપયોગ બંધ કરવામા આવ્યો છે.
મજુરા ફાયર સ્ટેશન ખાતે આવી સાત શબવાહિની હોવાની ફરિયાદ મળતાં સ્થાયી અધ્યક્ષ અનિલ ગોપલાણીએ મુલાકાત લીધી હતી. તેઓએ તંત્રને સુચના આપી છે કે લાખો રૃપિયાના ખર્ચે ખરીદેલી આવી મોટી શબવાહિની ટ્રાફિક કે સાંકડા રસ્તાના કારણે ફસાતી હોય તો રાંદેર કે અઠવા જેવા મોટા રસ્તા વાળા ઝોનમાં શબવાહિનીનો ઉપયોગ શરૃ કરવો જાઈએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



