ઇન્ડોનેશિયામાં ભારે તારાજીઃ મૃત્યુઆંક ૧૭૦૦ને પાર

0
2

કોઆલાલમ્પુર,તા.૭
ઇન્ડોનેશિયામાં ભુકંપને કારણે આવેલી સુનામીએ ભારે તારાજી સર્જી છે. સુનામી આવ્યાને આટલો સમય વિત્યો છતા હજુ પણ સ્થિતિમાં કોઇ સુધારો નથી જાવા મળી રહ્યો,ઉલટા હવે પરિસ્થિતિ વધુ કથળી રહી છે અને રોગચાળો ફેલાઇ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે શનિવારે સરકાર દ્વારા સ્વાસ્થ્ય સંબંધી એક વોનિગ જારી કરવામાં આવી છે. મૃત્યુઆંક વધીને ૧૭૦૦ને પાર પહોંચી ગયો છે. રોગચાળો ફેલાવવાની ભીતીને પગલે ઇમર્જન્સી મેડિકલ ટીમ તૈયાર કરવામાં આવી છે અને જે વિસ્તારમાં સ્થિતિ વધુ કથળેલી છે ત્યાં તૈનાત કરાઇ છે. હજુ પણ મૃતદેહોની શોધખોળ જારી છે અને અનેક મૃતદેહો મળી રહ્યા છે.
ભુકંપ અને સુનામીને કારણે અનેક ઇમારતો ધરાશાઇ થઇ ગઇ છે, જેના કાટમાળને હટાવવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. આર્મી સાથે જાડાયેલા સર્જેન્ટ સૈયફરુદ્દીને જણાવ્યું હતું કે સૈનિકો હજુ પણ કાટમાળ હટાવી રહ્યા છે. હોસ્પિટલોમાં ઇમર્જન્સી જેવી સ્થિતિ છે, ડોક્ટરો, બેડ અને સારવારના અન્ય સાધનોની પણ મોટા પાયે અછત જાવા મળી રહી છે.
હજારથી વધુ ટ્રક પ્રભાવીત વિસ્તારોમાં માલસામાન પહોંચાડી રહ્યા છે. ત્યારે અનેક દેશોના લોકો રાહત અને બચાવ કાર્યમાટે ઇન્ડોનેશિયા પહોંચ્યા છે. પાલુ પ્રાંતમાં સૌથી વધુ અસર જાવા મળી રહી છે. જેને પગલે લોકો રાહત અને બચાવ કાર્ય આ વિસ્તારમા વધુ ઝડપથી પહોંચતી કરવાના પ્રયાસો કરી રહ્યા છે. જાકે હવે સરકાર એ ચીંતામાં છે કે આ સર્ચ ઓપરેશનને કિયા સુધી જારી રાખવું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY