કીમના રો હાઉસમાંથી ૭૯ હજારની મતાની ચોરી

0
13

સુરત, તા.૮
કીમ મુળદ સ્વસ્તીક રો હાઉસ ખાતેના એક મકાનની લોખંડની જાળીના તાળા તોડી અંદર પ્રવેશી કબાટમાં મુકેલા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.૭૯૦૦૦ની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કીમ-મુળદ સ્વસ્તીક સોસાયટીમાં સુરેશભાઈ અભેસિંગભાઈ પટેલ રહે છે. તેમના બંધ મકાનની લોખંડની જાળીને મારેલુ તાળુ તોડી અંદર પ્રવેશી કબાટમાં મુકેલા સોના ચાંદીના દાગીના કિંમત રૂ.૭૯ હજારની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. સુરેશભાઈએ કીમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY