ડીંડોલીના ચકચારીત બળાત્કાર કેસમાં ચાર પંચોની સર તપાસ

0
11

કોર્ટ ટ્રાયલમાં ત્રણ પંચોની ફરિયાદના સમર્થનમાં જુબાની
સુરત, તા.૮
ડીંડોલીના એક વિસ્તારમાં રહેતી અને શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની માસુમ બાળકી સાથેના બળાત્કાર કેસમાં આજે ગુનાવાળી જગ્યાની વીડિયોગ્રાફી કરી હતી. તેના પંચોની જુબાની લેવામાં આવી રહી હોવાનું ડીજીપી નયન સુખડવાળાએ જણાવ્યું હતું. આ કેસની ડે-ટુ-ડે ટ્રાયલ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
આ કેસની વિગતો એવી છે કે, ડીંડોલી વિસ્તારમાં ગત મહિનાઓમાં રોશન નામના આરોપીએ પાંચ વર્ષની માસુમ બાળકાનું અપહરણ કરી ઝાડી ઝાંખરામાં લઈ જઈ બળાત્કાર ગુજારી ફરાર તઈ ગયો હતો. ડીંડોલી પોલીસે આઈપીસી ૩૬૩ તથા ૩૭૬ મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને તપાસ દરમ્યાન પોલીસે રોશનની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસમાં આરોપી સામે ચાર્જશીટ રજૂ કરાઈ હતી. ચાર્જફ્રેમ થયા બાદ આરોપી સામે ઈન્સાફી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ડે ટુ ડેની ટ્રાયલમાં ગતરોજ છ પંચોને રજૂ કર્યા હતા. જેમાં ત્રણ પંચોની સર તપાસ પણ લેવામાં આવી હતી. આ ત્રણેય પંચોએ ફરિયાદના સમર્થનમાં જુબાની આપી હતી. આજે વધુ ચાર પંચોની સર તપાસ શરૂ કરવામાંં આવી હોવાનું ડીજીપી નયન સુખડવાળાએ જણાવ્યું હતું. કેસની ટ્રાયલ ઈન કેમેરામાં ચાલી રહી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY