લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જાન્યુઆરી મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ ૨૩મી જૂને યોજાશે. જયારે તા.૨૪મીના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તા.૨૩મી જાન્યુઆરીએ સવારે ૧૧ઃ૦૦ વાગ્યે સૂરત જિલ્લા કલેક્ટરશ્રી કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે. સુરત જિલ્લા વિકાસ અધિકારી માંગરોળ તાલુકામાં તથા સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક માંડવી તાલુકામાં મામલતદાર કચેરીમાં યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે.
આ કાર્યક્રમના ભાગરૂપે તા.૨૩મીના રોજ સવારે ૧૧.૦૦ વાગે આ અધિકારીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેમાં સુરત સિટી તાલુકામાં નાયબ કલેક્ટર, સીટીપ્રાંત, બારડોલી તાલુકામાં સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા(સ્પીપા), સુરતના નાયબ નિયામકશ્રી, ઉમરપાડા તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ), કામરેજ તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ), માંગરોળ તાલુકામાં જિલ્લા પુરવઠા અધિકારી, ઓલપાડ તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત), પલસાણા તાલુકામાં કામરેજ પ્રાંત અધિકારીશ્રી, ચોર્યાસી તાલુકામાં ઓલપાડ પ્રાંત અધિકારી, માંડવી તાલુકા ખાતે માંડવી પ્રાંત અધિકારી, મહુવા તાલુકામાં બારડોલી પ્રાંત અધિકારીશ્રી સહિતના અધિકારીઓ હાજર રહેશે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોઈપણ અરજદારોએ દર મહિનાની તા.૧૦મી સુધીમાં તાલુકા કક્ષાએ મામલતદારને ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ એમ લખી તથા જિલ્લા કક્ષાના નિકાલ કરવાના કામ માટેની અરજી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મોકલી આપવી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




