રાત્રે ૧૦ કલાક પછી અને વહેલી સવારે લાઉડ સ્પીકર વગાડવું નહીં

0
16

સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું
સુરત, તા.૮

સુરત શહેરના મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે.કે.પંડયાએ જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તેમજ કાયદો અને વ્યવસ્થા બરકરાર રહે તે માટે એક જાહેરનામા અન્વયે જરૂરી હુકમો બહાર પાડયા છે. જે મુજબ રાત્રે ૧૦.૦૦ વાગ્યાથી સવારના ૬ઃ૦૦ વાગ્યા સુધીના સમય દરમિયાન લાઉડ સ્પીકર ઉપયોગ કરી શકાશે નહીં. આ ઉપરાત નિયત કરેલા ધ્વનિ પ્રદુષણ નિયમો અન્વયે ધ્વનિની માત્રાના ધોરણે લાઉડ સ્પીકરોનો ઉપયોગ કરવાનો રહેશે. આ ઉપરાત હોસ્પિટલો, શૈક્ષણિક, સંસ્થાઓ, અદાલતો કે ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ધેરાવામાં માઈક સીસ્ટમનો ઉપયોગ કરવો નહી. એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમી લાગણી દુભાય તેવા ઉચ્ચારણો કે ગાયનો માટે માઈક સીસ્ટમનો ઉપયોગ કરવો નહી. સક્ષમ અધિકારીની પરવાનગી આપેલી હોય તે સિવાય કોઇ પણ સ્થળે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં. રસ્તાની ડાબી બાજુ ચાલવા કે ટ્રાફિકને અડચણ થાય તેવા કૃત્યો કરવા નહી. ડી.જે. સીસ્ટમની એમ્બીઅન્ટ એર કવોલીટી સ્ટાન્ડર્ડ હોવી જોઇએ. માઈક સીસ્ટમ વગાડવા માટે નિયત શરતોને આધીન અધિકૃત અધિકારી પાસેથી લેખિત પરવાનગી મેળવી છુટછાટ લઇ શકાશે. આ જાહેરનામાનો અમલ તા.૨૬/૦૨/૨૦૧૯ સુધી રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY