ઉત્તરાયણના તહેવાર સંદર્ભે સુરત જિલ્લામાં હથિયારબંધીનો અમલ

0
16

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હુકમ ફરમાવાયો
સુરત, તા.૮

આગામી મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન સૂરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શાંતિ અને એખલાસનો માહોલ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.ડી. વસાવા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ કોઇ પણ વ્યક્તિએ શસ્ત્રો, દંડા, તલવાર, સોટા, ઘોડા, બંદૂક, છરા, લાકડા કે લાકડી, લાઠી, શારીરિક ઇજા પહોંચાડે તેવા સાધનો સાથે લઇ જવા નહી. આ ઉપરાંત કોઇ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખવા નહીં. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓનો ફેકવાના કે ધકેલવાના શસ્ત્રો અથવા સાધનો સાથે લઇ જવા, એકઠા કરવા કે તૈયાર કરવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. મનુષ્યો અથવા શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહી. જેનાથી સુરુચિનો અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહીં. તેવા હાવભાવ કરવા નહીં તેવી ચેષ્ઠા કરવી નહીં તથા ચિત્રો, પત્રિકા કે પ્લેકાર્ડ અથવા બીજા કોઇ પદાર્થ-વસ્તુ તૈયાર કરવી નહીં અને બતાવવી નહીં. કોઇ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહીં. લોકોને અપમાન કરવાના ઇરાદાથી જાહેરમાં બુમો પાડવી નહીં અને ગીતો ગાવા અને વાદ્ય વગાડવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
સરકારી કર્મચારી કે જેને ઉપરી અધિકારીએ સરકારી ફરજ બજાવવા આજ્ઞા આપી હોય, જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા પોલીસ અધિક્ષક(રૂરલ)એ અધિકૃત કરેલા અધિકારી કે કર્મચારી કે પોલીસ અધિકારીને અથવા જેને શારીરિક અશક્તિને કારણે લાકડી, લાઠી લઈ જવાની જરૂરિયાત હોય તેવી વ્યક્તિઓને આ હુકમમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ હુકમનો ભંગ કરનાર શખ્સ વિરૂદ્ધ કાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે. આ હુકમ આગામી તા.૨૨/૦૧/૨૦૧૯ સુધી અમલી રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY