જહેર રસ્તા પર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લાગુ કરાયા
સુરત, તા.૮
આગામી મકરસંક્રાંતિના તહેવારમાં ગંભીર અકસ્માત બનતા અટકાવવા અને જાહેર જનતાની સલામતી જાળવવા માટે શહેરના મદદનીશ પોલિસ કમિશનરશ્રી વિનય શુક્લએ એક જાહેરનામા દ્વારા તા.૧૯/૦૧/૨૦૧૯ સુધી નિયંત્રણો ફરમાવ્યા છે. જે અનુસાર કોઈ પણ વ્યકિતઓએ જાહેર જગ્યા, જાહેર રસ્તાઓ ઉપર પતંગો ઉડાડવા, હાથમાં લાંબા ઝંડા કે વાંસ વિગેરે લઇ કપાયેલા પતંગો તથા દોરા મેળવવા જાહેર રસ્તાઓ ઉપર અથવા જગ્યાઓમાં દોડા દોડી કરવી નહી.
સવારે ૬.૦૦ થી ૮.૦૦ અને સાંજે ૫.૦૦ થી ૭.૦૦ વાગ્યા દરમિયાન પક્ષીઓના માળામાંથી બહાર જવાનો અને માળામાં પરત આવવાનો સમય હોવાથી આ સમય દરમિયાન પતંગ ચગાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ટેલીફોન કે ઇલેક્ટ્રીકનાં તાર ઉપર લંગર(દોરી) નાંખવા અને પ્લાસ્ટિક/ સિન્થેટીક ચાઈનીઝ દોરાનો પતંગ ઉડાવાના હેતુથી રાખવા વેચાણ કરવા તથા પતંગ ચગાવવા માટે ઉપયોગ કરવા ઉપર જેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. રસ્તામાં ફુટપાથનો પણ સમાવેશ થાય છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




