સુરતમાં મહેતા ફિનકોન ગ્લોબલ ઈન્વેસ્ટર કોન્ફરન્સનું આયોજન

0
21

ડૉ. સુબ્રમણિયન સ્વામી પણ વિશેષ ઉપસ્થિત રહેશે
સુરત, તા.૮

ગુજરાતની સૌથી મોટી HNI ઇન્વેસ્ટર કોન્ફરન્સ, “મહેતા ફિનકોન ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સ (MFGIC)” ૧૨ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ સુરત ખાતે યોજાશે જેમાં ટોચની એસેટ મેનેજમેન્ટ કંપનીઓના CEOs & CIOs એક મંચ પર હાજર રહેશે. મહેતા ફિનકોનના ચેરમેન અને સીઆઇઓ કેયૂર મહેતા જણાવે છે કે, “આ ઇન્વેસ્ટર કોન્ફરન્સ એચએનઆઇ અને અલ્ટ્રા એચએનઆઇ ઇન્વેસ્ટર્સ માટે સંપત્તિના સર્જનના ફ્રેમવર્કમાં રોકાણ અંગે જાગૃતિ ફેલાવવા માટે છે. આ કોન્ફરન્સની છેલ્લી બે આવૃત્તિ ભારે સફળ રહી હતી જેમાં પ્રતિષ્ઠિત મહાનુભવો ઉપસ્થિત હતા. આ વખતે ત્રીજી આવૃત્તિમાં અર્થશાસ્ત્રી અને રાજ્ય સભાના સભ્ય સુબ્રમણિયન સ્વામી મુખ્ય અતિથિ અને મુખ્ય વક્તા હશે. ડો. સ્વામી ‘આઉટલૂક ઓફ ઇન્ડિયન ઇકોનોમી’ વિષય પર વક્તવ્ય આપશે, તેમ મહેતા ફિનકોનના એમડી અને સીઇઓ કૃણાલ મહેતા જણાવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY