સુરત,તા.૮
જીગલી-ખજૂર વીડિયો ટીમના કલાકાર જીગર શેલડિયાની રવિવારે બર્થ-ડે હોય તે સાથી કલાકારો નિકીતા ભથવાર, ધ્રુમિલ પોષિયા, દર્શક બાબરિયા બર્થ-ડે મનાવવા ગયો હતો. દરમિયાન રાત્રે ૧૨ વાગ્યે નિકીતાને અડાજણ છોડવા ગયા હતા. જ્યાં એક બાઈક અકસ્માત થયો હતો. જેમાં ભોગ બનનારને જીગલી-ખજૂર વીડિયો ટીમના સભ્યો અકસ્માત કરનારના ઓળખીતા હોવાની શંકાએ દર્શક અને જીગરનું અપહરણ કરી માર માર્યો હતો.
જીગર શેલડિયાનો બર્થ ડે મનાવ્યા બાદ રાતે ૧૨ વાગે ધ્રુમિલ, દર્શક, જીગર અડાજણ રહેતી સહકલાકાર નિકીતાને છોડવા ગયા હતા. ત્યારે બે અજાણ્યા ઇસમો એકટીવા પર પસાર થઇ રહ્યા હતા. એ જ સમયે એક અન્ય ઇસમ પણ ત્યાંથી બાઇક પર જઇ રહ્યો હતો. આ અજાણ્યા બાઇક સવારે એકટીવા પર જઇ રહેલા ઇસમોને ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. જાકે ચારેય ત્યાં ઉભા હોય અકસ્માત કરી ભાગી છુટનાર તેમનો ઓળખીતો હોવાનું સમજી એકટીવા સવાર બંને છરા વડે કારના કાર તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ગભરાઇને નિકીતા અને ધૃમિલ કાર લઇને ભાગી છૂટ્યા હતા.
દર્શક અને જીગર બચવા બિલ્ડીંગના ચોથા માળ સુધી ભાગી ગયા હતા ત્યારે હુમલાખોરોએ દર્શક અને જીગરને ચપ્પુની અણીએ અપહરણ કરી લઇ જઇ ઢોર માર માર્યો હતો. ત્યારબાદ હુમલાખોરો બંનેને લઇ પાછા ફરી રહ્યા હતા તે સમયે પેટ્રોલીંગમાં રહેલી અડાજણ પોલીસે પૂછપરછ કરતાં મામલો સામે આવ્યો હતો. વિનાયક ગોહિલ, હિતેશ બંનેએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. જેમાં પીએસઆઇ એચ.એમ.આહિરને સામાન્ય ઇજા પહોંચી હતી. આ મામલે જીગર શાંતિ શેલડિયાએ આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ કરતાં અડાજણ પોલીસે ધરપકડ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




